જવાબની રાહ જોવાની ત્યારે મજા આવતી.
પરીક્ષાનું પરિણામ સાયકલ પર આવે એની રાહ જોવાતી.
એક ગજબની ઉત્કંઠા રહેતી શું લખ્યું હશે કાગળમાં???
આજે લખાય બધું ઓનલાઈન,
મળી જાય સમાચાર આંગળીના વેઢે.
નથી કોઈ ઉત્કંઠા કે નથી કોઈ જિજ્ઞાસા.
બસ, ચાલતું લાગે છે સઘળું યંત્રવત...
ઓનલાઈન પત્રવ્યવહાર કરતાં તમામને 'વિશ્વ ટપાલ દિવસ'ની શુભેચ્છાઓ.
-Tr. Mrs. Snehal Jani