નવો સૂર્યોદય
હળવેથી બાલ્કની ખોલી...
સૂયોઁદયને નિહાળતા..
અચાનક..
એક નજર રુમમાં નાખી..
અને આંખોમાં થોડી મસ્તી ભળી..
થોડા દિવસથી ચાલતી અનબન
ને
અજંપાને દૂર કરવા કે નવા સૂયોઁદયને પામવા..
હળવેથી બાલ્કની બંધ કરી..
સ્નાન કરી માથેથી બાંધેલ ટુવાલને છોડયો..
માથાનાં વાળને હળવેથી ઝાટકયા...
થોડાં જલબિંદુ ખુદનાં મુખ પર,
થોડા બેડ પર સૂતેલ પિયુ પર..
એકદમ થોડી ચીડ સાથે આંખો ખોલી..
સામે નજર પડતા ...
સામે ઉભેલ પ્રિયાનાં નવસ્વરુપને જોઇ રહ્યો..
હસીને પોતાના તરફ ખેંચી.
રાતોની કડવાહટ- કચકચ..
ત્યાં મધુર મિલનમાં ભુલાઈ ગઈ..
થયો ખરા અર્થમાં સૂયોઁદય ..
કાજલ' પિયુ સંગ પિયુમાં ઓગળી ગઈ
ઐકય એ અદભુત
અવિસ્મરણીય અવર્ણીય સ્મરી રહી...©
"કાજલ"
- કિરણ પિયુષ શાહ