મનમાં તારા તે ઘણુંબધું ભરી રાખ્યું છે.
અને બહારથી પાછું એના પર તાળું માર્યું છે.
આમ જોઈએ તો થોડું દર્દ તો આપે જ છે ને યાદો,
એણે કે તે ક્યાં સાથે રહેવાનો કર્યો હતો વાયદો?
તારી સાથે જ્યારે આ ભૂતકાળ હંમેશા જ રહેશે.
તારી હોઠો પર તો હસી હશે પણ આંખ ઉદાસ રહેશે.
જેના લીધે સહન કરે છે એ તો આગળ નિકળી ગયો.
એનાથી શબ્દો કે લાગણીઓનો મેળો થોડી નિકળી ગયો?
હવે તારે પણ તો પોતાનું સારું વિચારવાની જરૂર છે.
જરા જો, ખુશીઓ હાથ લાંબો કરે એટલી જ દૂર છે.
આમ જ બધુ અંદર રાખીને સહન કરવાનું બંધ કર.
કહી શકે છે તું મને, તો કહીને, જૂની કહાનીને ખતમ કર.
-તેજસ