વર્ણવી શકું દર્દને એવી મને વાણી ન મળી, બેસું લખવા તો કલમ અભાગણી ન મળી...
ખોળતાં જ રહ્યાં અમે તો લોકોનાં દિલમાં, મળ્યું તું સઘળું જ ફક્ત લાગણી ન મળી...
માની બેઠા અમે તો સૌને દુઃખનાં સહયાત્રી, છતાં અહીં કોઈ વ્યક્તિ આપણી ન મળી...
ઠેઠ પહોંચી જવાય છે દરિયાનાં પેટાળમાં, તોય એનું ઊંડાણ માપવા માપણી ન મળી...
એકધારું બધું જ દઈ દીધું ઈશ્વરે...
કે હવે તો મૌત સિવાય કૈં માગણી ન મળી...
-Ri.... :-!