છે.
કાલની ચિંતા સામે આવે છે.
વાત જાણી પછી ડરાવે છે?
તાલ બેતાલ નાચતા થાકી,
ભાવ મનનો કહીં જતાવે છે.
કોરી આંખો થકી જીતી કાયમ,
ભેજ સંતાડીને વળાવે છે.
યાદ ભંડારી આવકારો દઈ
દર્દ દાબી ઘણું રડાવે છે.
ટાંકણાનાં ઘા ઝીલવાનું શીખ
જીવતર ખાસ એ ઘડાવે છે.
ખૂબ શ્રદ્ધા મુકી હતી ઈશ્વર.,
ભેદ જાણી પછી બનાવે છે.
અંત આવ્યો કથા મુજબ તોયે,
થાય શંકા ઘણી જણાવે છે.©
ગાલગાગા લગા લગા ગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ