નવી પેઢીને વાસણીયા મહાદેવ પ્રખ્યાત કેમ થયું તેનો ઈતિહાસ ખ્યાલ નહીં હોય.
નાનું ગામડાનું શિવ મંદિર હતું. કેશુભાઈ ની સરકાર સામે શંકર સિંહ વાઘેલા ને વાંધો પડ્યો. સરકાર સામે અવિશ્વાસ નો પ્રસ્તાવ આવ્યો. સરકાર પડે નહી એ માટે સત્તાધારીઓ તેમના પક્ષના ધારાસભ્યોને પ્લેનમાં ખાજુરાહો લઈ ગયા. શંકરસિંહે તેમના પક્ષમાં કોણ છે તે પૂછી જે કહે કે હું તમારી સાથે એને પકડી પકડીને આ વાસણીયા મહાદેવ લઈ આવી મંદિરનાં પ્રાંગણમાં ઉતારા જેવું કરી પૂરી મુક્યા. પત્રકારોએ ફેલાવ્યું કે રોજ લાડુ જમાડે છે પણ કોઈને બહાર ફોન ની પણ છૂટ નહિ, ન પાન બીડી લેવા પણ જાતે બહાર જઈ શકે. અવિશ્વાસ ની દરખાસ્ત દસેક દિવસે પાસ થઈ ત્યાં સુધી બેય બાજુ ધારાસભ્યો કેદ.
એ લોકોના મત થી કેશુભાઇની સરકાર એક વાર તો પડી. એ વખતે ' હજુરીયા અને ખજૂરીયા ' શબ્દ પ્રચલિત થયેલો. સરકાર વિરુદ્ધ હજુરીયા કેમ? કદાચ મને યાદ છે એ પણ ઊંધું?
શંકરસિંહ પોતાને બાપુ કહેવરાવતા. બાપુ નો વનવગડો નામનો એમનો મહેલ આ વાસણીયા અને ગાંધીનગર વચ્ચે ઊભો છે.
પછી શંકરસિંહ બાપુને પક્ષે શિસ્ત ભંગની નોટિસ આપી તે તેમણે સરે આમ નહેરુબ્રિજ ને નાકે ઊભી ફાડી હવામાં ઉડાડેલ, એનાં દૃશ્યો ટીવી પર વાયરલ કરેલ.
તો આ વાસણીયા મહાદેવનો ફોટો જુઓ.