Contact લિસ્ટ માંથી નંબર કદાચ શોધી શકાશે,
પણ સાથે બેસીને વાત કરવા તો જાતે જ આવવું પડશે.
Google map મા location મારુ જોઈ શકશો,
પણ મને જોવા તો રૂબરૂ જ આવવું પડશે.
Facebook મા મારી story રોજ રોજ જોઈ શકશો,
પણ લાગણી જોવા તો મારી સામે જ આવવું પડશે.
Gallery મા photo unlimited ટાઇમ જોઈ શકાશે,
પણ unlimited romantic પળો માણવા અહીં જ આવવું પડશે.
WhatsApp મા કલાકો સુધી video call કરી શકાશે,
પણ પોતાની હાજરી આપવા માટે પળ પળ આવવું પડશે.
Matrubharti મા લેખ મારા વાંચી શકશો,
પણ મારી આંખ વાંચવા માટે અહીં જ આવવું પડશે.
-Chandni Virani @Honey