શુ તમે જાણો છો કવિની કવિતા નું કઈ રીતે થયેલ સર્જન છે,
કવિના જીવનના દિલના દર્દનું શબ્દે શબ્દે થયેલું વિસર્જન છે.
જામ, સુરા, સુરાલય, કેફ, નશો અને ચલમ જ મળ્યા કવિને,
ભીતર સુધી નજર કરો એમાં રહેલો પણ એક ગુણીજન છે.
કવિ છે એટલે જ તો વસંત ને પાનખર, પૂનમ ને અમાસ છે,
એક કવિની કવિતામાં પ્રકૃતિના રૂપોનું અનેરું એક દર્શન છે.
જે તમને સંબોધન મળ્યા છે એ જ તો અર્પણ કર્યા કવિ એ,
આકાશથી અનંત અને સમુદ્રથી પણ ગહન કવિનુ મન છે.
પ્રિયતમાનો પાલવ હોઈ કે હોઈ પછી દેહ પરનું અંતિમ વસ્ત્ર,
તેના એ શબ્દોમાં ઝરણાં, ડુંગર, રણ, જીવન અને ઉપવન છે.
મોટી વાતોને નાની કરી, સમાવ્યા છે શાસ્ત્રો બે પંક્તિઓમાં,
મનોજ આપ્યો એક શબ્દ પ્રેમ જેનો અર્થ પણ ખૂબ ગહન છે.
મનોજ સંતોકી માનસ