ચાહું છું અંતરથી, કઈ રીતે કહું ચાહત નથી,
પણ સાચુ છે,તારા વગર અંતર મહીં રાહત નથી.
ઓઢી ગગન,પૃથ્વી પસારી આયખું જીવી લઉં,
સાથે તમે હો તો ,અન્ય માંગીશ એ દાનત નથી.
તું ચાહ કે ના ચાહ ,હું તો ચાહવાની છું તને,
તારા વિના કોઈ ગમે ,તો આંખની સામત નથી.
ધબકારમાં, પલકારમાં,શ્વાસો મહીં છો તું જ તું,
તારા વિના જીવી શકું ,મારા મહીં તાકત નથી.
શણગાર તારા નામનો ,તું છે ગઝલની પ્રેરણા,
તારા સિવા જીવી શકું ,મારી હવે હાલત નથી.
✍️ સરગમ
-Priyanka Chauhan