પરાયું મકાન છે.
લીધો જરાક શ્વાસ પરાયું મકાન છે,
આવ્યો અધિક માસ પરાયું મકાન છે.
આંખો હતી ઉદાસ જરી, આસપાસ છો?
આવી શકાય પાસ પરાયું મકાન છે.
આપી ધરાર આજ રજા, લાગણી નથી?
મનથી થઈ ઉદાસ, પરાયું મકાન છે.
નામોનિશાન કેમ મિટાવી શકું કહો?
પાડે અનેક ચાસ પરાયું મકાન છે.
આપી જબાન જીવ હવે જિંદગી અહીં,
તારો જ દિલમાં વાસ, પરાયું મકાન છે.
ધારી શકાય નામ અહીં પણ નહીં કહું,
મનમાં છુપાવ ખાસ, પરાયું મકાન છે.
કાજલ લગાવ આજ નવી બાજી જીતવા,
યાદો રમે છે રાસ પરાયું મકાન છે.©
ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા
કાજલ
કિરણ પિયુષ શાહ