પપ્પાને પણ ક્યારેક સમજો...!!!
🙏❤️🙏
"મમ્મી" તમારા નજીક છે,એટલે તેનો સ્વભાવ અને વાણી વર્તણુક જલ્દી સમજી જશો.
જયારે પપ્પા સમજવા હશે ત્યારે તે શું કામ કરે છે,તે જોવા અને સમજવા તેની પાસે જવુ પડશે.અને તેના કામમાં મદદ કરવી પડશે.એવો કયો દીકરો પપ્પાને પૂછશે કે પપ્પા તમારી તબિયત તો સારી છે ને? આજે તમારે શું જમવું છે?
ઘરમાં વહુ આવે એટલે સાસુને તો બિલકુલ નિરાંત થાય.પરંતુ ઘરમાં સાંજે સસરા કામેથી ઘેર આવે એટલે ખોંખારે હાજરી પુરાવવી પડે.ઘરની ઓશરીએ એને જાતે ખાટલો ઢાળી ગોદડું પાથરી બેસવું પડશે.દીકરો કદાચ બાપને પાણી આપવું ભૂલી જશે ત્યારે સાસુ આદેશ વહુને કરશે."જાઓ પપ્પાને પાણી આપી આવો."
વરવી વાસ્તવિકતા એ છે કે પપ્પાને માત્ર પોતાની પત્નીનો સહારો હોય છે.પરંતુ પુત્રવધૂ ઘરમાં હોય ત્યારે સાસુઓની હાજરી મોટે ભાગે પાડોશીઓની સ્ત્રીઓ પાસે જોવા મળે છે.
સાચું કહું
"પપ્પાને ઘરમાં આસિસ્ટન્ટ માત્ર પોતાની નાની દીકરી જ હોય.અને જે પપ્પાને દીકરી જ નથી તેના માટે હ્રદયનો એક ખૂણો આસુંથી ભરેલો હોય છે."
એ પપ્પાના ખાટલે પાંગથે (ઓશિકા બાજુ નહીં પગ બાજુ )બિંદાસ બેસી પપ્પાને ખભે હાથ મૂકી પૂછશે.... પપ્પા આજે તો આમ... હતું... અને આજે.. તો તેમ હતું....!!!!!!
🌹🙏🌹
(તા.ક. "મારા ઘરની આ વાત નથી")
- વાત્ત્સલ્ય