અંતર ભીના અલક મલક વાય.
આજ જોબન જરી જરી જાય.
હાલક ડોલક હૈયુ થાશે,
મોજ મજાને મલક પાશે.
હરખાશુ મળીને ભાવે.
ઊઘડતા રવ ના લય ગહેકી જાય.
કોય ગીતને ગુજ મળી ગાય.
તમે મળો તો મજા વાશે.
શબ્દમાં એ સુખ પાશે
ભ્રમમાં એ ભેદ ભાસે
એજ રાહે ચિત સમી જાય
તન મને મારા લગાડી જાય.
તુજ ઘેલો સઘળું સાજે.
લય ના લોપે ભરી લાજે.
લહેરાય લહેર એજ આશે.
પુષ્પ પુછે પતંગિયાને પાય.
ઝરણાં જાળુંબે પત્થર ખળ ખાય.
સરવર જળ હિચોળે હાશે
તરસતા જળચર સારાશે.
માર્ગ મજા કોઈ માજે.
મનરવ એમાં મળી જાય.
તનરવ ના તરવરાટે તણી જાય.
કવીતા .ગીત રચના મનજી મનરવ
-Manjibhai Bavaliya મનરવ