પ્રેમમાં એકબીજાના દિલની પૂજા કરાય એને અંતરમાં અકબંધ રખાય.
પ્રેમનો એકબીજા સાથે વિશ્વાસ કરાય એમ વિશ્વાસઘાત ના કરાય.
પ્રેમમાં ક્યારેક બલિદાન અપાય એમ આત્મહત્યા ના કરાય.
પ્રેમમાં એકબીજા સાથે સત્યથી હાથ પકડી ચલાય,એમ જુઠ્ઠી માયા ના કરાય.
પ્રેમમાં રાધાકૃષ્ણ જેવા બનાય,એમ એક બીજાને ભૂલી ના જવાય.
પ્રેમમાં એક બીજાના દોષ ભૂલી જવાય ,એમ યાદ રાખી ન બેસાય.
પ્રેમમાં પાગલપન ભલે હોય,પણ પોતાના સ્વમાનને ન ભૂલી જવાય.
પ્રેમમાં ત્યાગ કરવાનો થાય,પણ લગ્નની કુંડળીમાં દોષ ના અપાય.