તેં દીધેલા આઘાતોનાં ઘાને, મેં સાચવીને રાખ્યા છે, સુંવાળપમાં લપેટાયેલા સાપને , જાળવી રાખ્યા છે.
પીડાઓની ફરીયાદો, ક્યાં સુધી હું કરતી રહું હવે?
આરોપોનાં ઘસરકાને, મરહમ લગાવી રાખ્યા છે.
નામ ભલે ન થયું! બદનામીમાં કસર ક્યાં રાખી તેં?
હૃદય ચીરતા વાક્બાણોને, ફ્રેમે મઢાવી રાખ્યા છે.
સાબિતી આપી છે એણે, કંઈ એમ મારી મૂર્ખામીની,
જેણે તરછોડી મને, એને હૃદયમાં વસાવી રાખ્યા છે.
ના ફરીયાદો,ના વિવાદો, ના યાદો, પણ સાચું કહું!
બેવફાઈને શબ્દો બનાવી , કાવ્યમાં સજાવી રાખ્યા છે.
✍️ સરગમ
-Priyanka Chauhan