દીકરીને વ્હાલનો દરિયો બધા કહે છે.
કોઈએ દીકરીના દિલમાં રહેલા દર્દને નિરાંતે બેસી પૂછ્યું છે?
દીકરી ક્યારેય પોતાના પરિવારને પોતાના દર્દની વાત નથી કરતી એટલા માટે કે ,તે જાણે છે કે હું મારા પરિવાર ને કહીશ તો દુઃખી થશે.એટલે તે પોતાના આંસુ થી તેના દર્દને છુપાવી દે છે.
જ્યારે દીકરી ઘરથી વિદાય લે ત્યારે એજ સમાજ દ્વારા શીખવવામાં આવે છે કે "બેટા" સુખ હોય કે દુઃખ થોડુક સહન કરી લેવાનું..
બિચારી દીકરી હૈયાની વાત ઠલવવા માગે તો પણ કોને કહે?
પહેલાથી એને સહન કરવા માટે મજબૂર કરી દેવામાં આવે છે.
દીકરી વ્હાલનો દરિયો એટલે કહે છે કે તે આંસુ નો દરિયો પોતાના દિલમાં સમાવી લે છે.