વિધ્નહર્તાના સ્વાગતથી મનડું મારું હરખાય,
ઢોલ નગારા સાથે ઉત્સવ આજે ઉજવાય
પ્રથમ પુજ્યના પૂજા-અર્ચનમાં દિવસો મારા જાય
નામ લેતા તમારું વિઘ્નો દૂર થાય
ગણપતિ બાપા મોરિયા...ગણપતિ બાપા મોરિયાના
નામથી આનંદ ઉત્સવ થાય
અમારા મન મંદિરમાં પગલાં પાડી
પાવન કરો મુજ કાય
તમારા આશીર્વાદનો વરસાદ નિશદિન
તમારા ભક્તો પર થાય
-Dave Yogita