ક્ષણભરનું જોઈ રુદન લોકોનું હું રોઈ પડ્યો અગ્નિશૈયા પર સૂતો સૂતો..
ચહેરા જાણ્યાં અજાણ્યાં જોયાં "આત્મિય" ઘણાં યાદ આવી આંસુમાં વહી ગયાં..
ચહેરો એક અનોખો કાળજે ચોંટેલો પ્રેમ બની અંદર રહ્યો જોઈ રહ્યો હું સૂતો સૂતો..
રાખ થવાની જરૂર દેહની અગ્નિ પ્રજ્વળ સળગ્યો ભડ ભડ હું મટી જવાનો..
ના..આ નથી અંત મારો ભલે મર્યો હું પણ પ્રેમ મારો પાળિયો થવાનો વિચારું સૂતો સૂતો..
કેટલા આવ્યા અને ઘણાં ગયાં જીવન સફરમાં એક રહી ગયો જીવ મારામાં બીજાં ગર્તામાં ગયાં..
પ્રેમ અમારો અમર થઈ ગયો હજી મળશું બની પ્રેત યાદ કરું પ્રેમસમાધિમાં સૂતો સૂતો..
વિધાતાની કલમ તૂટી ભાગ્ય લખતાં લખતાં નહીં રહે અધૂરો "દિલ" પ્રેમ અમારો.............
"આ મારી નવી શરૂ થઈ રહેલી નવલકથા *પ્રેમસમાધિ* નું એક અંશ કાવ્ય છે..જેની આ શરૂઆત છે.. આ નવલકથા માતૃભારતીનાં ઉત્કૃષ્ટ મંચ ઉપર પ્રદર્શિત થવા જઈ રહી છે.."🌹🙏