કવિતા /ગઝલ--મનજી મનરવ
મળે દિલથી કોય સ્વનુ તો એ,
સ્વમાં હળી ને એ હરખાય છે.
લાગે .સ્વને પોતિકુ એમજ એ,
અંતરમા એકરુપ પરખાય છે.
ધણું ભર્યું અંતરની એ એરણમા,
સહતા એ ઘાવના ઘાટ ઘડાય છે.
એકલા વલખાં નથી સ્વની મજબુરી,
અને એ વાતો ના વર્તન વરતાય છે.
મનેય એમ જ છે કોઈક તો છે જ ,
એટલે હર પળ શુન્યથી સર્જાય છે.
સંગાથમા કોઈ મળે હુંને તુ સઘળું,
એટલે વિરહના વાણામા વિખરાય છે.
હું તો માત્ર શબ્દ વહાવી જાણું,
સમજનારા એ સઘળે ચિતરાય છે.
મનરવ કવિતાની કુજી એ દિલ છે,
મરમ ના ભાવથી જ એ મલકાય છે.