દિલથી જયારે ભાંગી પડું ત્યારે હિમ્મત આપી જાય છે,
જીવનમાં એના માટે હું ખાસ છું એ સમજાવી જાય છે,
ગહેરા જખમને પ્રેમની હૂંફથી રુજાવી જાય છે,
દર્દથી ઉઠતી આગને પળમાં એ ઠારી જાય છે,
એકાંતમાં અટકુને તો હમરાહી બની
સાથ આપી જાય છે,
દોસ્ત! જીવનસાથીના રૂપમાં સાથ આપી હરખાવી જાય છે.
-Falguni Dost