કોઈ ચાહે તો ચાહવા દે ને એને !
કોઈ ચાહે તને એવું કામ તું કરને.
પથ્થર અનેક મળશે સસ્તા રસ્તામાં !
એને ઘાટ આપી તું ફૂંકી પ્રાણ પુર ને.
જગતની બળતરા નકામી છોડી દે યાર !
પરબ બાંધી પાણી ઠંડુ પાવાનું કરને!
જગત બાળવાવાળા ઘણા છે યાર !
અનેક કામ કરવા કરતાં ઠારવાનું કરને.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )