દરેક સમાજના લોકોનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે,
એક જ વસ્તુ ને જોનારા લોકોનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે.
ઉદાહરણ. તરીકે કોઈ વ્યક્તિ બેભાન અવસ્થામાં રસ્તા પર પડી હોય ત્યારે રસ્તા પર જનારા લોકો જુદી જુદી દ્રષ્ટિ થી જોતા હોય છે.
કોઈ વ્યક્તિ મનમાં એમ વિચારે કે મદિરાપાન કરી પડ્યો હશે.
બીજી વ્યક્તિ એમ વિચારે કે બીમાર હશે એટલે બે ભાન થયી ગયો હશે.
ત્રીજી વ્યક્તિ એમ વિચારે કે એ ખૂબ કામ કરીને થાકીને બિચારો બેભાન થયો હશે.
હજારો લોકોની ભીડમાં ફક્ત કોઈ એવી વ્યક્તિ પોતાનો દ્રષ્ટિકોણ બદલી એને દવાખાને લઈ જતો હોય છે.
વિચારવું અને આચરણમાં મૂકવું બંને દ્રષ્ટિકોણ અલગ ઓળખ ઊભી કરે છે.
-Bhanuben Prajapati