નટખટ નંદનજી ના લાલ,તમે મથુરાના ભાણેજ મારા કૃષ્ણ કનૈયા.
ગોકુળમાં ચારી ગાયોને વૃંદાવનમાં રચ્યો રાસ
મારા કૃષ્ણ કનૈયા.
ગોપીઓ સાથે રાસલીલા ,ગોપીઓના માખણ ચોરનારા મારા નટખટ કૃષ્ણ કનૈયા.
મથુરના રાજાનો વધ કરનારા,વાસુદેવ ,દેવકીના પ્યારા મારા નટખટ કૃષ્ણ કનૈયા.
રાધાના પ્રેમમાં તરબોળ થનારા, રુકમણીના સ્વામી મારા નટખટ કૃષ્ણ કનૈયા.
અર્જુનના સારથિ બનનારા,પાંડવોને વિજય આપનારા મારા નટખટ કૃષ્ણ કનૈયા.
આઠમને દિવસે જન્મનારા,સર્વ સૃષ્ટિમાં અજવાળા કરનારા મારા નટખટ કૃષ્ણ કનૈયા.
ધન્ય ધન્ય મારા દ્વારકાવાળા,ડાકોરમાં વસનારા મારા નટખટ કૃષ્ણ કનૈયા.
નમન કરું લાખ, વંદન કરું લાખ, સત સત પ્રણામ ઓ મારા નટખટ કનૈયા
-Bhanuben Prajapati