ઘણીવાર આપણે કોઇ એક વ્યક્તિને કે કોઇ એક સંબંધને એટલું બધું આપી દેતા હોઈએ છીએ કે કોઇ બીજા વ્યક્તિ કે સંબંધને આપવા માટે આપણી પાસે કઈ બચતું નથી હોતું.એ આપણો પ્રેમ હોય,કાળજી હોય, સમય હોય કે પછી ગુસ્સો હોય..એ સંબંધ પૂરો થતાં કે એ વ્યક્તિ નું આપણા જીવનમાંથી દૂર જવાથી આપણે લાગણી શૂન્ય બની જતા હોઈએ છીયે.એ સંબંધ અને વ્યક્તિ માટે જેવી અને જેટલી લાગણી હતી એ બીજા કોઇ પણ માટે અનુભવી શકતા નથી હોતા આપણા અથાક પ્રયત્નો છતાં પણ.એ સંબંધ ને આપણે એટલું બધું આપી દેતા હોઈએ છીયે, એ વ્યક્તિ ને એટલી બધી લાગણીઓ થી ભરી દેતા હોઈએ છીયે કે આપણે લાગણીઓથી ખાલી થતાં જઈએ છીયે છતાં પણ આપણામાં એક પૂર્ણતા ની લાગણી આવતી હોય છે.એ ખુશી અને એ એહસાસ જે-તે સંબધના પૂર્ણ થયા પછી પણ ક્યાંક ને ક્યાંક આપણી અંદર રેહતો હોય છે.એનો એહસાસ આપણા હૃદય ના એક ખૂણામાં હર હંમેશ જીવંત રેહતો હોય છે..
Dr Palak Chandarana