“1614માં ઇટાલીના ખગોળશાસ્ત્રી ગેલેલિયો ગેલીલીએ સૂર્યમંડળ વિશેની કૉપરનિક્સની અવધારણાને સમર્થન આપ્યું ત્યારે ચર્ચ તેની સામે નારાજ થયું હતું અને તેને ઈશ્વરનિંદા ગણાવી હતી.
કૉપરનિક્સે કહ્યું હતું કે સમગ્ર સૂર્યમંડળના કેન્દ્રમાં સૂર્ય છે, પૃથ્વી નથી.
તે વખતે આમ કહેવું બહુ ક્રાંતિકારી હતું, કેમ કે પૃથ્વી જ સમગ્ર સૂર્યમંડળના કેન્દ્રમાં છે તેવી માન્યતા હતી.
1616માં ચર્ચે ગેલેલિયો પર પ્રતિબંધ મૂક્યો કે તમારે આવું શિક્ષણ આપવું નહીં અને આવી થિયરીઓનો બચાવ કરવો નહીં.
ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો ઇતિહાસનો આ સૌથી મોટો સંઘર્ષ હતો.
જોકે નોટ્રા ડેમ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર અર્નાન મૅક્મુલીન કહે છે કે આ કિસ્સો ઘર્મ અને વિજ્ઞાન વચ્ચે વિખવાદનો નહોતો, પરંતુ ગેરસમજણને કારણે ઊભો થયેલો વિવાદ થયો હતો.
કારણ શું? આ વિવાદમાં બંને પક્ષે ખ્રિસ્તીઓ જ હતા.
ગેલેલિયોએ બાઇબલની કથાઓ અને અર્થઘટન માટે ઘણું બધું લખ્યું હતું. કેમ કે તેઓ ટેલિસ્કોપિકથી અવલોકન કરતા ગયા તેમ જાણકારી વધતી ગઈ. તેને બાઇબલના સિદ્ધાંતો સાથે મેળ બેસાડવાની તેમની કોશિશ હતી.
તેમણે પોતે જણાવ્યું હતું કે: "જે ઇશ્વરે આપણને સંવેદના, બુદ્ધિ અને તર્ક આપ્યા હોય તે જ આપણને તે બધાનો ત્યાગ કરી દેવા માટે પ્રેરે એવું હું માની શકતો નથી."
🙏