પૈસા ફેંકો તરત દર્શન પાઓ.
🌹🌹🙏🌹🌹
દરેક મહાન તીર્થ હવે પૈસાદારો માટે ખુલ્લાં છે.હિન્દૂ મંદિરોમાં કોઈ ચોક્કસ એક વર્ગનો દબદબો છે.આરતી પૂજા બધું વારાબંધી સિસ્ટમ સાથે ચાલે છે. ઝાલરનો રણકાર હવે યંત્રવત્ત થઇ ગયો છે.મંગળા આરતીનો મંગળ નાદ ધ્વનિ હવે ઓટોમેટિક માશીનોએ લઇ લીધો છે.સવારનો મંગળ પહોર હવે મંદિરમાં ઘંટારવ અને રેડિમેટ નગારાએ કોન્ટ્રાકટ લઇ લીધો છે.જાણે આતંક મચાવીને ભગવાનને જગાડાય છે.આજુબાજુનું વાતાવરણ ઘડીક આ શૉરમાં ડૂબી ગયું હોય તેવું લાગે છે.ભગવાન સાચા અર્થમાં પથ્થરના થતા જાય છે.જે સાચા પૂજારીની શોધમાંને શોધમાં શીલા બની ગયા અને સ્ત્રીઓનું શીલ મંદિરમાં બેઠેલા મહા પેટવાળાના હાથમાં સરકી રહ્યું છે.
અંબાજી જાઓ,ડાકોર જાઓ,દ્વારકા જાઓ કે સોમનાથ! દરેક ઠેકાણે ભગવાનની મૂર્તિ આગળ ગર્ભ ગૃહના પ્રવેશદ્વાર પર મોટી અને મજબૂત દાનપેટી મુકેલી છે.રૂપિયા નાખો અને દર્શન પાઓ સાથે આ પેટીમાંથી નીકળતું દાન કરોડો રૂપિયા કોના કોના ખિસ્સામાં અને કોના કોના વ્યવહાર સાચવવામાં વપરાય છે તે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ખબર છે.અને એકબીજાના ઉપર દોષારોપણ વગર ખુલતી પેટીનું નાણું ક્યાં હજમ થાય છે,તે ખુદ ભગવાન પણ નથી જાણતા.દરેક મંદિરમાં ટ્રસ્ટમાં રહેવા માટે રીતસરની હોડ જામે છે.ટ્રસ્ટમાં ચોક્કસ વર્ગનાને જ લેવાય છે. ત્યાં એસ સી,ઓબીસી ચોપડે વહીવટ લખાય છે,પરંતુ ટ્રસ્ટના હિસાબ કરવાવાળી એજન્સીને આ ચકાચૌધ સગવડોમાં એટલા મસ્ત બે પાંચ દિવસ સાચવી લે છે.એટલે તેમનું ઓડિટ પૂરું!
મંદિરમાં કરોડોનું દાન આવે છે.પરંતુ દર્શનાર્થીઓ જાણે તેમનો ગ્રાહક હોય તેમ દાન આપી દીધા પછી હું કોણ અને તું કોણ!
ધર્મશાળામાં રોકાઇએ તે પણ ૪૦૦-૫૦૦ થી વધુ રૂપિયા રોકડા આપીએ તો પણ આપણા પાસે કામ કર્તા મજુર અપેક્ષા રાખે.જગતના તમામ ટ્રેડિશનલ કે વેશ પલટો કરેલા ભીખારીઓ મંદિરે જોવા મળશે.
ધાર્મિક સ્થળોએ પાર્કિંગની અવ્યવસ્થા જોઈ બીજી વખત આવવાનું મન ના થાય.ગલીઓ શેરીઓમાં સફાઈનો અભાવ જોવા મળે ત્યારે મંદિરમાં બેઠેલો ભગવાન અકળાતો હશે કે મને રોકડા ના ફેંક! મને તારા રોકડીયા વાગે છે.કેટલાના હાથમાં ફરીને મારા ઉપર એ રોકડિયો આવે છે,ત્યારે હું પણ રોગીષ્ઠ થઇ જાઉં છું.કદાચ આ પૂજારીઓ એટલે મને દિવસમાં ત્રણ ત્રણ વખત નવડાવે છે.અથવા દૂધ કે પાણીનો સતત અભિષેક કરાવે છે.
હે! ભગવાન! આ બધા મંદિરોમાં પણ એવા પૂજારી મુકો જે સાચા અર્થમાં પૂજા કરતા હોય.
ભગવાન! મારા તરફથી એક ભલામણ કરું છું.આમેય દેશમાં ગરીબી બેકારી છે તો આમાં પણ ભરતી બોર્ડ બનાવી યોગ્યતા મુજબ નોકરીએ લઈલો.ભરતી બોર્ડનું નામ પણ
"મંદિર ભરતી બોર્ડ"
જેવું રાખજો પ્રભુ!
હવે આ નવું તૂત અંદર ખાને ચાલતું હતું તેને જાહેરાત કરી કે અમુક રૂપિયા લઇ પ્રવેશ અપાશે.
અહીં કોણ ભક્ત કે પાપી છે તે જોવાનું નથી.જેટલા રૂપિયા વધુ આપો તે પ્રમાણે દર્શન જેવું તરક્ટ કોઈ મંદિરમાં ચાલુ થયું છે.
ભગવાનને મારી પ્રાર્થના કે તમે પણ ગર્ભગૃહમાંથી બહાર આવી ટ્રસ્ટની ઓફિસમાં બેસો,ગલિઓમાં,હોટેલમાં, વીસીઓમાં કે ધર્મશાળામાં સુપરવિઝન કરો.બાકી તમેં નહિ કરો તો હજુ વધુ બગડશે.
🙏જય અંબે 🙏
- વાત્ત્સલ્ય
-वात्सल्य