ભારતનું ગૌરવ "ચંદ્રયાન 3" ની યાત્રા,
જેમાં છે કેટલીયે આંખોના ઉજાગરા,
ઘણાની મહેનત અને લગનના સરવાળા,
ન પરિવાર જોયો ન તહેવાર ઉજવ્યા,
લાગી રહ્યા ખંતથી દેશને અવ્વલ લાવવા,
દુનિયાની હાંસીથી તેઓ કદી ન ગભરાયા,
નિષ્ફળતાથી ક્યારેય નાસીપાસ ન થયા,
ચાંદને મામાનું ઘર બનાવીને જ જંપ્યા,
મળશે જગને ચાંદામામાના ઘરની યાત્રા,
હવે ત્યાં જશું આપણે શરદ પૂનમ ઉજવવા,
સો સો સલામ એ ભારતના વૈજ્ઞાનિકોને,
હજારો અભિનંદન એમની જનેતાને.
-Mir