જોવાયું નહીં
દુઃખ છુપાવું કેમ એનાથીય સમજાયું નહીં.
દર્દ નોખું પ્રેમથી ભેટે એ સ્હેવાયું નહીં.
વાત વાર્તા લાગતી ત્યારે ધણી તકલીફ થાય,
ઘાત ચૂકાવી પછી તો ખાસ જીવાયું નહીં.
રોગ ફેલાયો અજબ જેવો કઈ સમજાય નૈ.
માંદગીમાં એકલાં છોડીને ડોકાયું નહીં.
ભાગ મળતાં તો ખુશી અનહદ વહેંચી પણ હતી,
તોય આજે વાત કરતાં કંઈ પરખાયું નહીં.
આગ પાણી ને હવાથી ઘાત જાણી થાય કે
શ્વાસ લેવો છોડવો કરવું શું? પૂછાયું નહીં.
ઘોર અંધારામાં અથડાતી રહીં ત્યાં શોધવા,
હાથ સ્પર્શી ભાગવામાં કોઈ જોવાયું નહીં?
વિંનતી પુષ્કળ કરી રોકી શકું સૂરજ અહીં,
રાત પડશે ડરથી ફફડીશ, રોકાયું નહીં.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
કાજલ
કિરણ પિયુષ શાહ