બોલાવું સખી થઈને તો,
દોસ્ત બનીને આવે કાનો,
પૂરે સમજણનાં ચીર છાનોમાનો.
રિસાવું હું રાધા થઈને તો,
પ્રેમી બનીને આવે કાનો,
છેડે સ્નેહનાં સૂર છાનોમાનો.
પોકારું હું યશોદા થઈને તો,
પુત્ર બનીને આવે કાનો,
વ્હાલો થઈ જાય છાનોમાનો.
સંભારું હું ગોપી થઈને તો,
સૌનો બનીને આવે કાનો,
ચિત્ત ચોરે રાસ રચાવી છાનોમાનો.
બેચેન બનું હું અર્જુન થઈને તો,
સારથી બનીને આવે કાનો,
જીવનસાર સમજાવે છાનોમાનો.
✍️ સરગમ
-Priyanka Chauhan