જગતમાં સફળતા મળે કે ન મળે પણ પોતાના લોકોમાં અલગ ઓળખ ઊભી કરવી જોઈએ.
જગતમાં લોકો ભલે આપણી નિંદા કરે પણ આપણે ક્યારેય પાછી પાની ન કરવી જોઈએ.
જગતમાં સારા કે નરસા લોકો ભલે આપણી સાથે હોય પણ તેની સાચી ઓળખ આપણે કરવી જોઈએ.
જગત આખું ભલે કહે કે તું લાગણીહીન છે,પણ તેમની વાત સાંભળી આપણે લાગણીહીન ક્યારેક ન બનવું જોઈએ.
જગતમાં ભલે લોકો કહે તું એક સ્વાર્થી માણસ છે,પણ એ લોકોને આપણી અંદર રહેલી શક્તિ બતાવી દેવી જોઈએ.
જગત આખું ભલે આપણને સમજે મૂર્ખ પણ આપણે તેમને આપણી હોશિયારી બતાવવી જોઈએ.
જગતમાં ટકી રહેવું હોય તો જગતમાં રહેતા લોકોની દુલભ્ય વાણી, વર્તનને ભૂલીને એક સફળ જિંદગી જીવવી જોઈએ.
-Bhanuben Prajapati