સમય ક્યાંય પસાર થઈ જશે એની ખબર નહિ પડે.
દિલમાં પડેલી અધૂરી વાત ,કહ્યા વિના ખબર નહિ પડે.
લાગણીના સંબંધો વચ્ચે રહ્યા વિના ખબર નહિ પડે.
દિલમાં રહેલી વેદના સમયે કહ્યા વિના ખબર નહિ પડે.
રોજની આદત પ્રમાણે રહેશો તો જીવન ક્યારે પૂરું થાય એની ખબર નહિ પડે.
મનથી અડગ બની આત્મવિશ્વાસ સાથે ચાલો,બધી ખબર પડી જશે.
-Bhanuben Prajapati