ચાંદ ઉંચે ગગનમાં બેઠો બેઠો વિચારે છે
છે કોઈ મારાથી પણ સુંદર જે ધરતી પર રહે છે
રોજ કોઈ મને જોઈ મારામાં એના સનમને નિહાળે છે
છે કોઈ મારાથી પણ સુંદર જે ધરતી પર રહે છે
વર્ણન એનું સાંભળતા ચાંદના દિલના ધબકારા વધી જાય છે,
છે કોઈ મારાથી પણ સુંદર જે ધરતી પર રહે છે
હું પણ વાદળોની વચ્ચેથી સનમનો ચહેરો નિહાળું છું
છે કોઈ મારાથી પણ સુંદર જે ધરતી પર રહે છે
મારી નજર ન લાગે એ વાતનું ખાસ ધ્યાન રાખું છું
છે કોઈ મારાથી પણ સુંદર જે ધરતી પર રહે છે
સનમની આંખોમાં માત્ર પ્રેમની ચમક નજર આવે છે
સાચે જ મારાથી પણ સુંદર છે એ મને નજર આવે છે
છે કોઈ મારાથી પણ સુંદર જે ધરતી પર રહે છે
યોગી
-Dave Yogita