શિવ શિવ કરતો શ્રાવણ
મહિનો આજથી આરંભ્યો
ઊત્સવનો રસથાળ લઈને
પવિત્ર મહિનો પ્રારંભ્યો
દૂધ સાથે જળનો અભિષેક
મહાદેવજી પર થાયે
કંકુ અક્ષત ફૂલ બિલિપત્ર
મહાદેવજીને શિરે સોહાયે
પ્રગટાવી આસ્થાનો દિવડો
ભક્તો શલાકા શિરે ચડાવે
મનોકામના સહુ પૂર્ણ કરો
એ આરદા કરી શિશ નમાવે…
-કામિની