સાથ સગપણનો...
🌹❤🌹
સાથ છે સગપણનો,વ્હાલા સાથ છે સગપણનો !
તૂટે ના કોઈથી તૂટે ના કોઈથી.
નેડો લાગ્યો નાનપણનો,નેડો લાગ્યો નાનપણનો !
છૂટે ના કોઈથી છૂટે ના કોઈથી.
જે માળાએ મોટાં થયાં,જે માળાએ મોટાં થયાં !
પિંખો કદી ના એને પિંખો કદી ના.
સાથે ચાલ્યાં સ્નેહથી,સાથે રહ્યાં સંપી સ્નેહથી !
પાંખો ફૂટી દેશમાં ચાલ્યાં પંખી પરદેશમાં !
હસતાં આવ્યાં સ્નેહથી,જજો હસતાં સ્નેહથી !
શીખી કળા જીવનની,એ કળા જીવનની.
આવજો ના નાદથી હ્રદયે રુદનના ભાવથી !
યાદ કરજો અમને,ના ભૂલી જઈએ તમને.
. - સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )