જપતી જાપ, કરતી સ્વવાર્તાલાપ મૃગનૈની,
ભીડતી બપૈયા સંગ, કરતી આલાપ પીયુ પીયુની...
યોજનાંતરે રાચતી,દ્વિદેહેકાંતરી મતવાળી,
મૂંદનયને દિસે છવી એક નટખટ નખરાળી...
કલ્પનાતરંગે વિહરતી, વિહારીકા વદે વિશ્વવિભંગી,
લખી કાગળીયા,મૂકે પ્રશ્નો એ રંગીઅતરંગી...
પ્રિતસભર હૈયામાં અંધારપટ એક ઓરડી,
વળી વિખૂટવાના વિચારે વલખતી વિહંગી...
કહે "કમલ", તું ઉડાળ ઉત્પેક્ષા બની શયદા,
"અનોખીપ્રિત"ની ખલફતમાં, રહીશું સાથે "સદા"...