અંત થઈ જશે બધુંજ,
આ દેહ તારો ના ઉઘાડ,
ક્ષણ પુરતું એ સુખ દેશે,
આ દેહ તારો ના દેખાડ,
સાચવી રાખ તારાં ચારિત્ર્યને,
એ તો કુદરતની અમૂલ્ય ભેટ છે,
દેખાડ તારાં મીઠા સ્વભાવને,
આપતું એ જ અનંત સુખ છે,
અંતે તો આ દેહ ભસ્મ થશે,
એમ જાણી તું માયાને યાદ રાખ..
મનોજ નાવડીયા