શોધ્યું મેં સુખનું સરનામું બધે,
ન મળ્યું એ ક્યાંય!!!
પૂછ્યું સૌને મેં કે જોયું છે
સુખને કોઈએ ક્યાંય???
ન મળ્યો જવાબ કોઈ પાસેથી,
મળી તો સાંભળવા માત્ર વ્યથા...
ગઈ હું પ્રભુ પાસે શોધવા સુખ,
કહ્યું એમણે, "કરશે જેવા કર્મો તુ,
મળશે એવું જ ફ્ળ તને.
સારા કર્મોનું સુખ અને ખરાબનું દુઃખ."
અંતે હું ગઈ મારા મિત્રો પાસે,
લાગ્યું, શોધ થઈ મારી પૂરી.
સુખ હોય કે દુઃખ,
રહ્યા મિત્રો સદાય પડખે મારી,
કરાવી દુઃખમાં પણ સુખની અનુભૂતિ.
-Tr. Mrs. Snehal Jani