એક અતૂટ પ્રેમ સંબંધ......
આસ્થા + વિશ્વાશ
આ રસપ્રચૂર નવલકથા એક પ્રેમકથા છે. બે પ્રેમભર્યા જીવનો સાચો પ્રેમ આલેખાયો છે.
વાર્તાનો નાયક કુદરતનાં ખોળે અને એનાં સંકેતોને સમજી પારખીને ઉછરે છે.પોતાનાં જીવનમાં વૈદિક ગણિત વિજ્ઞાનને પરોવીને આધુનિક વિજ્ઞાનમાં સમન્વય કરીને શોધ કરી વિરાટ પ્રગતિ કરે છે. સિધ્ધિ સફ્ળતાનો નશો સંસ્કાર ભુલાવે છે ...શું શું વાર્તા રસપ્રદ પ્રકરણો લઈને આવી છે જરુરથી વાંચો ..વંચાવો..
વાર્તાની નાયિકા પણ કુદરતની નિશ્રામાં પોતાનાં વિધ્વાન દાદા "કાકુથ" જે શાશ્ત્રોનાં ઉપાસક, અભ્યાસુ જાણકાર છે. તેઓ નાયિકા અને નાયકને પણ જ્ઞાન દાન આપે છે એક સબળ સંસ્કાર સીંચે છે.. વૈદિક વિજ્ઞાનનો આધાર લઈ ..પરિવર્તિત શક્તિનો વિજ્ઞાનમાં ઉપયોગ કરી કેવી અદભૂત ખોજ અને ક્રાંતિ ઉદભવી શકે છે એનું તાદશ્ય નિરૂપણ કરવામાં આવ્યું છે. વાચકો આ નવલકથા દ્વારા શાશ્ત્રનું તલસ્પર્શી દર્શન પણ માણી શકશે.
વાર્તાનાં પ્રસંગો પ્રમાણે આવતાં વળાંકો ..માનસિક વિચારધારા અને સંસ્કારનું સિંચન ..પ્રતિરોધ ..પ્રતિશોધ ..પ્રેમ કેવો પવિત્ર ઈશ્વર સમાન છે ..એની પરાકાષ્ઠાની ઊંચાઈ દર્શાવતી સુંદર નવલકથા લખાઈ છે જે સૌને ખૂબ પસંદ આવશે.
દક્ષેશ ઇનામદાર.
https://www.matrubharti.com/novels/8924/prem-angaar-by-dakshesh-inamdar