છે.
દૂર ના! તું હ્રદયમાં રહેલો જ છે.
હા! ચહેરો અહીંયા વસેલો જ છે.
આખરી માનવું પણ નથી એ મિલન,
રોજ સપનાં મહીં તું મળેલો જ છે.
ગ્લાસ ખાલી થઈ જાય ત્યારે ક્હ્યું,
આખરી જામ અડધો ભરેલો જ છે.
એ હરિ રૂપ ગમતું ઘણુંયે મને,
ને છબીમાં છબીલો મઠેલો જ છે.
એક આકાશ મારું હવે જોઈશે,
ખ્વાબમાં થાળ સામે ધરેલો જ છે.
ચાલવું કયાં ગમે? ઉડવા પાંખ દે,
આભની પાર આજે ઉડેલો જ છે.
એ નશો પણ કરી જોઈએ ચાલને,
આમ પણ સાંજ, સૂરજ ઢળેલો જ છે.©
ગાલગા ગાલગા ગાલગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ