છે.
વ્હાલની આ લાગણી આધાર છે.
વાત સમજાણી પછી તૈયાર છે.
તાણ વેઢી જિંદગીભર તોય ત્યાં,
સુખ મળે આશા અહીં ઉધાર છે.
આજ મારો કાલ તારો છે સમય,
રાખ ધીરજ આજ તો સંસાર છે.
સાચવીને રાખજો વિશ્વાસ કે,
ન્યાય કરનારો હવે કિરતાર છે.
લોક અઢળક ચાલશે ઘેટાંની જેમ,
ચાલનારા છે ઘણાં, ભરમાર છે.
આજ પડદો પાડતા પહેલાં અહીં,
મંચ પર છેલ્લો જ તો કિરદાર છે.
આંખ ઢાળી સાવ ધીમું બોલતી.
ગાલ પર લાલાશ ત્યાં શુંગાર છે.
ગાલગાગા ગાલગાગા ગાલગા
કાજલ
કિરણ પિયુષ શાહ