સારું થયું! થયો જો આ પીડાનો અતિરેક!
પીડા પામી મુજ પંડ પણ પથ્થર થઈ ગયો!
લાગણી તો મીઠી હતી! તોય આંસુ ખારા!
બસ,આ કારણે જ સમંદર ખારો થઈ ગયો!
તને ગુમાવી!તો ગુમાવી જાણે ધડકન ઉરથી!
ખાલી ખોળિયું લઈ ફરતો ,હું અલ્લડ થઈ ગયો!
ગમી તું!તો બધું ગમતું!તારા વિના અણગમતું,
ગમા અણગમાથી પર થઈ,ફકીર ફકકડ થઈ ગયો!
જીવવું જ હોત તો,જીવી જાત હું પણ મોજથી,
જાણી સૌની મનોદશા,થયું પ્રેમથી સધ્ધર થઈ ગયો!
✍️ સરગમ
-Priyanka Chauhan