ના બને.
ધારણાઓથી જ અવસર ના બને
રોજ પથ્થર એમ ઈશ્વર ના બને.
સાવ ઝાંખી ભાત દેખાઈ હતી.
સ્હેજ પીળું આજ હળદર ના બને.
હાથ લંબાવ્યો હતો એણે અહીં,
એ મદદ એથી જ વળતર ના બને.
શુદ્ધતાની ખાતરી આપી અહીં
શુદ્ધ સોને એમ ઝડતર ના બને.
નામ આપી શું કરું એ બોલશો?
એ વિના કોઈ જ જીવતર ના બને.
ખૂબ સમણાં એ બતાવીને ગયો,
આંખ કોરી જયાં બની ઘર ના બને.
એ નથી સમણું રહ્યું એ સમજ,
ટીસ હૈયે ઊઠી ગળતર ના બને.©
ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ