*આજથી પૂરો એક મહિનો મોટીમાં,દાદીમાં, દેરાણી, જેઠાણી સૌ માવડિયુંનો મોકળો આણંદ આંબુડું...જાંબુડું....કેરી ને કોઠીમડું...આવી ગયું છે...*😊
~~~~~~~~~
*આંબુડું જાંબુડું કેરી ને કોઠીમડું,*
*રાય દામોદર નોતર્યા,*
*વાડી રાજા રામની..*
*વચમાં બેઠાં ગોર માં,*
*ફરતી બેઠી ગોપીયું,*
*રાજા પૂજે મંદિરમાં,*
*રાણી પૂજે રાજમાં..*
*હું પુજુ મારા કાજ માં,*
*વાણિયો પૂજે હાટ માં,*
*શંકરને ઘેર પારવતી,*
*બ્રહ્મા ને ઘેર બ્રહ્માણી..*
*વિષ્ણું ને ઘેર લખમીજી,*
*રામ ને ઘેર સીતાજી,*
*કૃષ્ણ ને ઘેર રૂખમણી,*
*ગોર ને ઘેર ગોરાણી..*
*જાતરા કરવા નીસર્યા,*
*જાતાં ન્હાયા જમના જી,*
*વળતાં ન્હાયા ગંગા જી,*
*નાહી ધોઈ ને નીસર્યા..*
*પાપ સર્વે વીસર્યા,*
*નાહ્યાં ધોયા રેલાણા,*
*સર્વે પાપ ઠેલાણા,*
*મુંડિયું હાયરે મુંડાણા..*
*ડાળેએ બેઠા દામોદર,*
*પાળે બેઠા પુરુષોત્તમ,*
*કાંઠે બેઠા કાંઠા ગોર,*
*ત્રાજવે બેઠા ત્રિકમરાય..*
*વાડીએ બેઠા વાસુદેવ,*
*સુદામા ની ઝૂંપડી,*
*ખાવા આપો સુખડી,*
*ભવ ની ભાંગો ભુખડી..*
*સુખડા લ્યો શ્રીરામના...*
*આંબુડું જાંબુડું કેરી ને કોઠીમડું,*
*રાય દામોદર નોતર્યા,*
*ગણપતિ ગજાનન,*
*ઈશ્વર ને ઘેર પારવતી..*
*રાણી પૂજે રાજમાં,*
*હું પૂજુ મારા કાજમાં,*
*વાણિયો પૂજે આડે દાડે,*
*હું પૂજું મારે ભર્યે ભાણે..*
*સવારમાં શામળિયા જી,*
*બપોરે બળદેવ જી,*
*ત્રીજા પહોરે ત્રિકમજી,*
*સાંજ પડે શ્રીનાથજી..*
*રાત પડે રણછોડજી,*
*અડધી રાતે ઓધવજી,*
*મધરાતે માધવજી,*
*પરોઢમાં પુરુષોત્તમજી..*
*વાણું વાયે વિઠ્ઠલ જી,*
*અમૃત પાન પીધા જી,*
*ગામની પંચાત પડતી મેલી,*
*આટલા નામ લીધા જી..*
*જાતરા કરવા નીસર્યા,*
*જાતાં ન્હાયા જમનાજી,*
*વળતાં ન્હાયા ગંગાજી,*
*નાહી ધોઈ ને નીસર્યા..*
*પાપ સર્વે વીસર્યા,*
*ન્હાયા ધોયાં રેલાણા,*
*પાપ સર્વે ઠેલાણા,*
*મુંડીયું હાયરે મુંડાણા..*
*રાજા ને ઘેર રાજ દ્યો,*
*અમને સૌભાગ્ય દ્યો,*
*ઓધવ રાય, માધવ રાય,*
*કેશવ રાય, ત્રિકમ રાય,*
*પુરણ પુરુષોત્તમ રાય..*
*સૂખડા લ્યો શ્રી રામના...*
*આંબૂડું જાંબુડું કેરી ને કોઠીમડું,*
*રાય દામોદર નોતર્યા,*
*જાતરા કરવા નીસર્યા,*
*જાતાં ન્હાયા ગંગાજી..*
*વળતાં ન્હાયા જમનાજી,*
*નાહી ધોઈને નીસર્યા,*
*પાપ સર્વે વીસર્યા..*
*ન્હાયા ધોયાં રેલાણા,*
*સર્વે પાપ ઠેલાણા,*
*ગાય રે ગાય, તું મોરી માંય,*
*નિત નિત ડુંગરે ચરવા જાય..*
*ચરતી ચરતી પાછી વળી,*
*ગંગાજળ પાણી પીવા જાય,*
*પાણી પીય ને પાછી વળી,*
*સામા મળ્યાં વાઘ ને સિંહ..*
*વાઘ કે હું ગાય ને ખાઉં,*
*સિંહ કે ગાય ખવાય નઈ,*
*ગાય ના દૂધ મહાદેવને ચડે,*
*ગાય ના ઘી નો દીવો બળે..*
*ગાય ના છાણ નો ચોકો થાય,*
*સોનાની શિંગડી, રૂપાની ખરી,*
*ગાયની પૂછડી હિરલે જડી..*
*ઓધવ રાય, માધવ રાય*
*કેશવ રાય, ત્રિકમ રાય,*
*પૂરણ પુરુષોત્તમ રાય,*
*સુખડા લ્યો શ્રી રામના...*
*આજથી શરૂ થતાં અધિક માસમાં ભગવાન શ્રીપુરુષોત્તમ સૌના હૃદય નિર્મળ કરે, પતિત પાવની માં ગંગા સૌને પાપ મુક્ત કરી શુદ્ધ કરે, મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે હર.. હર.. ગંગે...*
*બોલો શ્રીકૃષ્ણ કનૈયા લાલકી જય 🚩*
*શ્રીપુરુષોત્તમ ભગવાનની જય..🚩*
આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને ભુદેવ સેવા સમાજ ટ્રસ્ટ માં જોડાવા માટે ક્લિક કરો
https://kutumbapp.page.link/mrQRnMuTQurDLfNu9?ref=RVPYK