હું છું આકાશ આ છે મારી વાર્તા 🤸♀️
( તમને એવુ થતુ હશે કે એપિસોડ નુ નામ *શ્રીફળ કેમ પરંતુ તમારા બધા પ્રશ્નો નુ solution તમને જેમ જેમ વાર્તા અગળ વધતી જશે તેમ તેમ ખબર પડતી જશે એ મારુ promise છે 🌱
તો ચાલો વધારે શબ્દો ના બગાડતા સીધા વાર્તા ઉપર આવીએ )
પપ્પા તમને ખબર છે તમે જયારે શનિવારે રાત્રે કારખાને થી ઘરે શ્રીફળ લઇ ને આવતા ને પછી એ શ્રીફળ વધેરતા અને મને એમાં થી જે પાણી નિકળતું એ પિવા આપતા જે મને બહુ ગમતું, અને પછી એમાં થી મને હાથ માં શેષ કાઢી ને આપતા ને હું કહેતો કે પપ્પા મને છે ને આ સાકર અને શેષ બોવાજ ભાવે , ને હું હું મૂઠી ભરી લેતો ને તમે કેહેતા કે ધરાઇ ને ના ખવાઇ પ્રસાદી છે.
પ્રસાદી છે ...
આજે છે ને તમારી અર્થી ના છેલ્લા અને ચોથા ખૂણે જયારે હું શ્રીફળ બાંધતો હતો ને ત્યારે મને પહેલું શનીવાર વાળું શ્રીફળ યાદ આવી ગયું , પપ્પા સાલું આ શ્રીફળ તો બાંધી પણ દીધું પણ ઓલી સાકર જેવા તમે અને શેષ જેવો હું પપ્પા એની જોડી તૂટી ગઈ પપ્પા જાણે માથેથી છાયો હટી ગયો હોઈને તડકો આવી ગયો હોઈ એવું લાગે છે.
ઘર ની ચાર દીવાલ હોવા છતાં માથે થી છાપરું હટી ગયું હોય એવું લાગે છે
છાપરું હટી ગયું . . .
આજે જાણે બધા સગા વહાલા હતા બધા એટલે બધા જ લોકો તમારી ફરતે ટોળું વળીને ઉભા હતા અને તમે જાણે અર્થી ઉપર જિંદગીભરનો થાક ઉતારીને સુતા હોય ને એવું લાગતું હતું આજે ખભા ઉપર ઘણા લોકો હાથ મૂકીને દિલાસો દીધો પણ ખોટ છે જાણે એક ભારે હાથની તમારા હાથની
ક્યારેક આપણે બહાર જવાનું હોય ને હું ઉભો ઉભો કેવી તમારી રાહ જોતો. આજે એવી જ રીતે ઘરના ગેટના ખૂણા પર એક અંતિમ સફર નો રથ ( સબવાહિની ) તમારી રાહ જોઈને ઉભી છે પપ્પા મારા હાથમાં માટલાની દોણી અને ભાઈ તમને કાંધ આપી એન રામ બોલો ભાઈ રામ ના નાદ સાથે રડતા અમે તમને વિદાય આપી
વિદાય આપી . . .
પપ્પા હવે આવ્યો પહેલો વિસામો રથ માંથી બધા નીચે ઉતર્યા તમને પણ ઉતાર્યા અને કઈ શ્રીફળની વાત આવીને શ્રીફળ વધેર્યું
ફરીવાર મને શનિવાર યાદ આવી ગયો તમે શ્રીફળ લઈને આવતા વધેરતા મારા હાથમાં પાણી શેષ અને સાકર આપતા .....
હજી આગળ વાર્તા બાકી છે _ _ _ _ _ ✍️🏼
શ્રીફળ !
( હેલો મિત્રો આપ સૌને દિલથી એક વિનંતી છે કે જો તમને આ વાર્તા થોડીક પણ ગમી હોય યા સારી લાગી હોય તો પ્લીઝ તમે લાઈક શેર અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા તો મને પણ ખબર પડશે અને હું અને હું વાર્તાને આગળ વધારીશ અને દિલથી આભાર તમારો કે મારી વાર્તાના છેલ્લા શબ્દો સુધી તમે મારી સાથે રહ્યા ખુબ ખુબ આભાર ❤️ )