પેપર તે મારું કોરું રાખી દીધું
પ્રશ્ન બધા મને પૂછી દીધા
જવાબ આપવાના તે અધૂરા છોડી દીધા
એક એક સરવાળાનો તાળો મેળવતો રહ્યો હું
છેલ્લે તો તે દાખલો બદલી દીધો
પેપર તે મારું કોરું રાખી દીધું
જે પ્રશ્નના જવાબ ગોતવામાં જિંદગી ખર્ચી નાખી
છેલ્લે તો તે પ્રશ્ન બદલી દીધો
પેપર તે મારું કોરું રાખી દીધું
હું વિચારતો હતો આ બધું મારું મારું
છેલ્લે તો આ દેહને રાખમાં બદલી દીધો
પેપર તે મારું કોરું રાખી દીધું
યોગી
-Dave Yogita