“પિતા અને ગુરુ”
“સંસારમાં બે વ્યક્તિઓ એવી છે કે જે આપણી ઉન્નતિનો ઉત્સવ ઉજવે છે.
આપણી પ્રગતિથી પ્રસન્તા અનુભવે છે.એક છે પિતા. પિતા કરતાં પુત્ર સવાયો બને ત્યારે
પિતાને એની ઈર્ષા નથી થતી, પણ તેનું ગૌરવ થતું હોય છે. એ જ રીતે જ્યારે કોઇ શિષ્ય ગુરુ કરતાં સવાયો પુરવાર થાય, ત્યારે ગુરુને પણ એ શિષ્ય પ્રત્યે ગૌરવનો અનુભવ થતો હોય છે
પિતા અને ગુરુ સિવાય સંસારના તમામ સંબંધોમાં સ્પર્ધા અને ઈર્ષા જોવા મળે છે.
પિતા અને ગુરુ આ બંન્ને તો પોતાનું સર્વસ્વ આપીને પોતાનું ગૌરવ આપણને સમૃધ્ધ અને સફળ બનાવવા ઝંખતા હોય છે. સફળતાનું આપણું શિખર જેટલું વધારે ઉત્તુંગ એટલું આપણા ગુરુ અને પિતાનું મસ્તકને ગૌરવથી ઊંચું થશે.”
🙏