લખાવું છું
નવી સમજ નવી નજર મળે પછી લખાવું છું
નજીક દિલની છો કહીં અહીં ઘણું જતાવું છું.
નથી કદીય હારવું છતાં વિચાર આવતો!
અગર મગર કરી જીતી ગયાં પછી બતાવું છું.
પહેલ કાયમી એની જ હોય માફી માંગવા,
ને લાગણી થકી અહીં ફરી ફરી જણાવું છું.
પકડ જમાવવા ઘણા પ્રયાસ એકલાં કર્યાં
પછી જરાક શાનથી પ્રવેશતાં જમાવું છું.
સદા નિભાવતો રહ્યો ફરજ બધીય હું અહીં,
કદાચ કાલ કઈ નહીં મળે કહીં ડરાવું છું?
લગાલગા લગાલગા લગાલગા લગાલગા (દ્રિખંડી)
કાજલ
કિરણ પિયુષ શાહ