સુખની ચાવી
માનવમન ઝંખે કાયમ
સુખ જ સુખ
સતત શોધે
દુઃખ પીડા તકલીફથી
કેમ મળે છુટકારો?
સુખને પકડવા ચાલતી દોડ
ક્યારેક હાથ આવ્યું
ક્યારેક છટકી જતું
અંધકારમાંથી અજવાળું થતું
એક ફાનસ એક દીપકથી
નદી પાર થતી એક પુલથી..
દરેક જગ્યાએ
સતત પડછાયો સાથ આપતો
જે ભીતર છે..
એને કાયમ બહાર શોધ્યું
અનાયાસ
મળી ગઈ ચાવી..
સુખની ચાવી
સતત આનંદમાં રહેવાની ચાવી
લઈ ચાલ્યો
ફાનસના અજવાળે
મધ્યરાત્રીએ..
કે સવાર હમણાં થશે જ..
આ સમય પણ વીતી જશે
સુખ કે દુઃખને જૂઓ
નિર્લેપ થઈ
સ્થિતપ્રજ્ઞતા
હર સુખની ચાવી. ©
કાજલ
કિરણ પિયુષ શાહ