મારા દિલની વાત આજ
તમને બધાને કહેવાની જરૂર છે
આ દિલને સાચવવાની જરૂર છે
કમજોર થઈ ગયું છે અચાનક જ સમજવાની જરૂર છે
ગમે ત્યારે બંધ પડી જાય છે હવે કંઇક કરવાની જરૂર છે
આ દિલને સાચવવાની જરૂર છે
બીજાને પ્રેમ કરતા પહેલા
આપણી જાતને પ્રેમ કરવાની જરૂર છે
આ દિલને સાચવવાની જરૂર છે
દિલની ધડકનો ચાલતી રાખવા માટે
આપણે ચાલતું રહેવાની જરૂર છે
આ દિલને સાચવવાની જરૂર છે
સાવ ખોટી ચિંતામાંથી બહાર આવી
હાસ્ય સાથે જીવવાની જરૂર છે
આ દિલને સાચવવાની જરૂર છે
હા, થોડી ખાણી પીણી સુધારવાની જરૂર છે
સમોસા કચોરી છોડી ખીચડી ખાવાની જરૂર છે
આ દિલને સાચવવાની જરૂર છે
નાના મોટા દરેકને હવે
પોતાનું સ્વાસ્થ્ય સાચવવાની જરૂર છે
આ દિલને સાચવવાની જરૂર છે
અંતમાં,
દિલના એક એક ખૂણામાં આવેલી નળીઓ ખોલવા માટે
ડોકટર કરતા વધારે હવે તમારે તમારી જાતની જરૂર છે
આ દિલને સાચવવાની જરૂર છે
યોગી
-Dave Yogita