જીવનમાં પ્યાસ મને બે ચાર મીઠી બૂંદની,
તું આખો ખારો સમુદ્ર ધરે, એને હું શું કરું?
થોડું પણ ચાલશે, ચાહ મને અક્ષત સન્માનની,
તું ક્ષત વિક્ષત મહેલ ધરે, એને હું શું કરું?
ભલે હો અમાસી રાત,ચાહ મને તારાનાં ઉજાસની,
તું દેહ દઝાડતો દિન ધરે, એને હું શું કરું?
બેઠી છે બારમાસી પાનખર,આશ મને કૂંપળની,
તું કાંટાળો વસંત ધરે,એને હું શું કરું?
મૃગજળ સંગ જીવી જઈશ, ક્ષણભર તારો સાથ મળે,
તું શ્વાસ રૂંધવતો મૂશળધાર વરસે, એને હું શું કરું?
✍️ સરગમ
-Priyanka Chauhan