ક્યાં ખોવાઈ ગયો છું હું મને,
શોધવાનું મન થાય છે....
પહેલા તો હું આ વરસાદની મોસમમાં,
પલળવા માટે થનગનતો,
હવે ક્યાં ખોવાઈ ગયો છું હું મને,
શોધવાનું મન થાય છે....
ક્યાંક તો હશે આ ચાતકને,
લાગણીની તરસ,
બાકી આમ થોડી કોઈ વરસે.
જિંદગીની આ સફર માં
એકમેકની લાગણીઓ સારું
થયા હતા અમે જરાક ઉતાવળા.
પણ હવે લાગણીની તરસમાને તરસમાં
ક્યાંક ખોવાઈ ગયો છે "હરી",
શોધવાનું મન થાય છે..
~ હરેશ ચાવડા"હરી"